કેરીની વસમી વિદાય

ગયા રવિવારે માતાશ્રી માનનીય પ્રધાનમંત્રીની જેમ અચાનક આવી ને જાહેરાત કરી કે આજ રાતના બાર વાગ્યાથી જમતી વખતે જે એક વાડકી રસ મળે છે તે બંધ કરવામાં આવે છે. કેરીબંધીનું કારણ જણાવતા માતાશ્રીએ આગળ કહ્યું કે કેરીની સિઝન પૂરી થઈ ગઈ છે હવે બધી કેરી દવા દ્વારા પકાવેલી જ મળે. લોકો તીતર-બિતર થઈ ગયા, વાતાવરણમાં ઘણો મોટો ઘટસ્ફોટ થઈ ગયો, ભગદડ મચી ઉઠી, ફ્રિજ ખોલી ને કેરી ને જોવા માટે લાંબી લાઇન લાગવા લાગી. અંતે કેરી ના ટુકડા ઉર્ફે કપુરિયા ખાઇને ઘરના સભ્યો એ ભીની આખે કેરી ને વસમી વિદાય આપી.

 

કેરીની વિદાયથી બજાર પર પણ મોટી અસર પડી. મારો છોકરો શેરબજારનું કરે છે એમ કેહનાર મા ના, આખું ગામનું કરી નાખનાર સુપુત્રથી લઇને પૃથ્વીની જેમ પોતાનું પેટ પણ સપાટ નથી પણ ગોળાકાર છે એમ સાબિતકરનાર મોટા મોટા શેઠ સુધી બધાના મો વિલા પડી ગયા હતા. પેહલા, ફળોની લારી લઇને આખું ગામ 'કેરી લઈ લો, કેળાં લઈ લો' કવિતાથી ગર્જન કરનાર મહાકવિ ફૃટવાળાની રાહ લગ્નના માંડવે બેઠેલા વર, વધૂ માટે જૂએ છે તેમ જોવાતી પણ જ્યારે તે મહાકવિએ પોતાની કવિતા માથી કેરી શબ્દ હટાવી દિધો ત્યારે બજાર તે વધૂ વિદાયવેળા ના આવતું હોય તો પણ કોપી કોપી રડે તેમ રડવા લાગ્યું. કેટલાક લોકો તો સિઝનમાં ઝાડ પરથી પોતાની કેરી ખાઈ ગયેલા વાનરો સામે પણ ઘુરકીયાં કાઢતાં નજરમાં આવ્યાં. એવા સગાઓને પણ રાતો રાત  ફોન કરવા લાગ્યા કે જે માત્ર મળવા આવ્યાં છે એમ કહી બે પેટી કેસર કેરી લઈ ગયા હતા. 


કથકથિત જ્યારે ઘરમાં બીજા દિવસનું ખાવાનું લેવાનું આવ્યું ત્યારે એક વધારાની વાડકી એની મેળે લેવાઈ ગઈ, શાક-રોટલી-દાળ-ભાત સિવાય જ્યારે ગળ્યામાં બીજું શું છે એ જોવા ગયા ત્યારે એવો આચંકો આવ્યો જાણે બજારમાં ધાણા લેવા ગયેલ કુવર ફૂદીનો લઇને આવ્યા હોય.બપોરે રસ પૂરી ખાઈને બજાર ગયું તેલ લેવા કહી આફરો આવી નિરાંતે સૂતા ઘરના સભ્યો માટે આજે ઉંઘ લેવા હરિ-નામ લેવા સિવાય બીજો કોઈ ચારો રહ્યો નહતો.સતત ચાર પાચ દિવસ સુધી કેરી ના ખવાને કારણ હાલત એવા પ્રેમી જેવી થઈ ગઈ જેની પ્રેમીકાએ એને કહ્યું હોય કે હવે ફોન કરતો નહીં પપ્પાને બધુ જ ખબર પડી ગઈ છે! ઘરમાં છોકરાઓની તબિયત બગાડવા લાગી ઉંઘ માં કેરી-કેરી એમ બબડતાં ઉધમાંથી ઉઠી જતાં જોવા મળ્યા. માતાશ્રી એ પિતાશ્રી ને બ્લેકમાં તો બ્લેક માં પણ ગમે ત્યાથી કેરી લઈ આવવાનો હુકમ કર્યો.   


આ સ્થિતી ઘર-ઘરની હતી એક પણ ઘર આ મહામારી થી બચી શક્યું નહતું.તેથી જ મારી કેરી પ્રેમી શ્રી પ્રધાનમંત્રીને વિનંતી છે કે આ ગાળા ને રાષ્ટ્રીય શોક તરીકે જાહેર કરવામાં આવે અને તુરંત કઈક પગલાં લે. એનડીએમએની એક ટીમ તરત જ ઉતારવામાં આવે અને સહાય ની જે પ્રક્રિયા ચાલુ કરી શકાતી હોય તે વેહલી તકે ચાલુ કરે. 'તુ નહીં તો કોઈ ઓર સહી' એમ કહી અગર પાવડર વાળી કેરી આવતી હોય તો મોટી જાનહાનિ પેલા એ પણ બજારમાં ઉતારવાનું ચાલુ કરે. ઈઝરાયેલ કે અમેરિકા પાસે કોઈ નવી તકિનીકી આવી હોય તો દ્વિપક્ષી બેઠકો કરી તુરંત જ એ ભારત લાવવામાં આવે. કેરી દુખ આપણા ગુજરાત અને ગુજરાતીમાં જરા વધુ હોય છે. જીવનમાં કેરી ખાવી અને એ ખાધેલી કેરી વિષે આખા વર્ષ વાતો કરનાર એવા ગુજરાતીઓએ વિવિધ ભાષામાં પ્રેમી અને પ્રેમિકા વિષે જેટલું ના લખ્યું હોય એટલું આપણા સાહિત્યમાં કેરી વિષે લખી નાખ્યું છે. તેથી આ પગલાં જલદી લેવાય એવી આશા સાથે રોજ એક છાપું ખરીદુ છું.


ત્યાં સુધી જેમ જમાઇ પસંદના હોય તો પણ ઘરે આવે ત્યારે 'કુમાર-કુમાર' કહી જબરદસ્તી બોલવું પડે એમ વિલા મોઢે પણ બોલવું પડે છે કે, 


"આવ રે! વરસાદ,

ઢેબરિયો વરસાદ

ઉની ઉની રોટલી ને 

કારેલા નું શાક!




Comments

  1. Superb catchy words... feels like original Gujarati Literature.....
    👌👌👌

    ReplyDelete
  2. Thanks bhai! Tamaro aavo support malto rahe bas!

    ReplyDelete
  3. Good one man... Keep it up... Keep rocking.

    ReplyDelete
  4. ઘટના નુ વર્ણન કરવા માટે અટપટા ઉદાહરણ લઈ ને સરસ વ્યંગ કર્યો, અને હા એ પણ એક મહામારી ના વિષય પર. અદભુત.
    કુંવર ફુદીનો લઈ ને આવ્યો હોય, favourtite one.

    ReplyDelete
  5. Jrak vachyu pn baki vachi lvv p6i srs 6 pn....👍👍👍

    ReplyDelete

Post a Comment

Popular Posts