લેખક ક્યાં ગયા?

ઘણા સમયથી સ્વયં-પદવીધારક(ખુદને ખુદ પદવી આપી દેનાર] લેખક, એટલે કે હું, નો નવો લેખ ના આવ્યો હોવાથી બજારમાં ગરમા-ગરમી ફેલાઇ ગઈ. ક્રિપ્ટો અને શેરબજારમાં પોતાની બધી ધરોહર સાથે પોતાના બંડી- જાંગિયા ગુમાવી દેનારને સટ્ટો લાગવાની એક નવી દિશા મળી ગઇ. જ્યાં અને ત્યાં બજારમાં લેખક ક્યાં હોઇ શકે તેના પ્રમેયો અને તેના પરિણામોની પીપૂડી વગાડવામાં આવી. 


કોઇકે કીધું કે ચા-વાળા ધનસુખ ભાઈના પૈસા ચુકવ્યા નથી એટલે દેખાતા નથી! કોઇકે એ થીયરી બહાર પાડી કે  શેરબજારમાં પડી ગયા બાદ ક્રિપ્ટો તો નવી જ ટેકનૉલોજી છે અને ડિજિટલ કરન્સીને કશું ના થાય એમ માની તેમાં ઝંપ્લાવ્યું હતું પણ 'કિસ્મત આડે પાંદડું વાળું' થઈ ગયું અને અત્યારે ઘર બંધ કરીને બેઠા છે બહાર નીકળતા જ નથી.કોઈ કે તો વળી એમ પણ કઈ દીધું કે તેમને ગાય ખાઈ ગઈ! સ્કૂલમાં પણ એમના બધા ઘરકામ ગાય જ ખાઈ જતી હતી અને આમે ગાયોની શક્તિ પર સંદેહ કરવો દેશદ્રોહીની નિશાની છે. 


કોઇકે એમ કીધું કે છેલ્લી વખત 'મે તો નિકાલ પડા વાળી રિલ કરીને' સાચેમાં ઘર-સંસાર-નોકરી અને પોતાનું એક માત્ર બ્રિટાનિયાનું બેટ મૂકી પહાડોમાં જતાં રહ્યા છે. આમે તેઓ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેંદ્ર મોદીના પગલે ચાલી ફકીર માણસ બની ગયા હશે અને નીકળી પડ્યા હશે ઝોલાં લેકે! કોઇક રવાબહાદુરનું એવું કહવું હતું કે લેખકે દામપત્ય જીવનમાં પગલાં પાડી દીધા છે, એમનું મુંબઈ શેહરની છોકરી જોડે પાકું કરી દીધું છે, હવે તે આ દામપત્ય જીવનમાં જ રચ્યા-પચ્યા રહે છે. કોઇકે એમ કીધું કે લેખક તો બીજી વેવમાં ઉપાડી ગયા છે, પહેલામાં મેળ પડ્યો નહીં પણ બીજા વખતે વંડરલસ્ટ બની મથુરા હોળી મનાવા ગયા હતા એમાં ઉકલી ગયા, ભગવાન એમની આત્માને શાંતી આપે!


આ બધી માહિતી મારા મિત્રને મળી. સૂત્રોનું માનીએ તો તે આજકાલ બહુ ચિડાયેલો ફરે છે. કારણ એક જ છે 'કોરોના!' ના, ના, કોરોના રોગ થી કોઈ નિસબત નથી, એની ખીજ ત્યાં છે કે કોરોનાના કારણે ગામમાં થનાર કોઈ પણ લગ્ન-પ્રસંગ, બેચલર પાર્ટી, બાબરીમાં તેને બોલાવામાં આવતોનથી.કંકોત્રીના નામ પર પણ ખાલી વ્હોટ્સઅપ પર લોકો ફોટો ફોરવર્ડ કરી દે છે. આ બધાની વચ્ચે જ્યારે તે એ જ મિત્રોના ફોટોશુટ પર થયેલા ખર્ચા, બધા પોઝૉ અને તેમની રિલ્સ અને બળતા આગમાં ઘી ભોમાય એમ ફલાણા દિવસ ટુ ગો અને ઢીમકા દિવાસ ટુ ગોની પોસ્ટ કરે ત્યારે તેના ગુસ્સાનો કોઈ પાર કે સીમા રહેતી નથી. તેને દુખ એ વાતનું પણ છે કે એની બર્થડે બેશમાં એને હાઇવે પર લઈ જઇ તેના પર પોતાની ઓફિસ-બૈરી-ઘર-મા-બાપ બધાની ફ્રસ્ટ્રેશન તેને બેરહમીથી મારી ઉતારી દેનાર, એનું મો કેક વાળું કરી, તેને બબૂડો ભૂતવાળો બનાઈ દઈ એના 50-50 ફોટા પાડી સ્નેપચેટ પર બેશર્મીથી ફોટા અપલોડ કરનાર અને જસ્ટ નાસ્તો કરવા જઇએ છે એમ કહી એનું હોટલમાં 5000-5000 નું બીલ બનાવી આપનાર આ પબ્લીકનો આજે વારો આવે છે ત્યારે તે કોરોના અને રાત્રી લોકડાઉનની ગાણું ગાય ને છૂટા થઈ જાય છે.    

 

જ્યારે લેખક પર લાગેલા સટ્ટાની વિગત સાંભળી તો તેને આમાં એક તક દેખાઈ તેને હરખપદૂડા થઈ મારા ઘરની મુલાકાત લેવાનું નક્કી કર્યું. એ આવ્યો, ઘરનો દરવાજો ખોલી બહાર ના રૂમમાં મને સોફા પર ઊંધો સૂતા-સૂતા બદામ બદામ કરતી નૃત્યાંગનાનો નાચ દેખાતા જોઈ ગધેડા જેમ લાત મારે એમ એક લાત મારી. એક સેકન્ડ માટે બાપાએ જાઇ લીધું છે એ ડરથી મે 4 પગલાં દૂર જતો રહ્યો અને રક્ષા માટે શું વાપરી શકાય એના સાધનો ખોજવાનું ચાલુ કરી દીધું પછી થોડી મિનિટ પછી મે જ્યારે એનું મોઢું જોયું ત્યારે બે મિનિટ શ્વાસ લેવા માટે અપ્પિસ (ટાઈમ-પ્લીસ માટેનો રૂઢિગત શબ્દ) કરવામાં બે આંગળીથી વી શેપ કરી મો પર મૂકી દીધી. 


મનમાં અને મનમાં એને એક એક ઓપ્શન નીકાળતો ગયો, જીવે છે એટલે તેરમું ગયું, મારા લગર-વગર હાલત જોઈને લાગતું નથી કે મે દાંપત્ય જીવનમાં પગ તો શું એ સાઇડ આટો મારવા પણ ગયો હોય એટલે લગ્નની પાર્ટી ગઈ અને બર્થ ડે પાર્ટી માંગવા માટે બર્થ ડે યાદ હોવી જરૂરી હોવાથી તે વિકલ્પ પણ જતો રહ્યો!


છેલ્લે કંટાળીને એને મને પૂછ્યું , "ક્યાં હતો આટલા દિવસ?"   


મે કીધું, "અહી જ"


મિત્ર, " તો કેમ લખતો નહતો?"


મે,"બધા લેખ તો ગાય ખાઈ ગઈ!"


તેને માથું ખંજવાળ્યું પછી બોલ્યો," તો ચા પીવા જઈએ?"


મે,"ચલ, જઇએ!"


સમાપ્ત.


લેખક નો સંદેશો: 


આ લેખ માત્ર હાસ્ય અને રમુજ માટે છે. આ વાર્તાનો શું અર્થ એમ કહી તેના હાથ-પગ શોધવાની કોશિશ કરવી નહીં. હસવું આવે તો હસી લેવું ના આવે તો પણ હસવું કારણકે 'હસે એના ઘર વસે' બાકી વાંઢા રહી જાઓ તો અમારી જવાબદારી નહીં. કૌસ વાળાઓ માટે, એવું ડહાપણ કરવા આવું નહીં  કે '(' કૌસ કર્યો હોત તો ')' પૂરું કરવાનો આનાથી ']' નહીં એવું મોટો કૌસ, નાનો કૌસ, મામાનો કૌસ, ફોઇનો કૌસ જેવી મગજ મારી કરવી નહીં. મારી મરજી મારો કૌસ. લેખકની જે મરજી હશે એ કૌસ વાપરવામાં આવશે. બાકી, લગભગ દર રવિવારે આ બોલ્ગ આવશે, નહીં આવે તો સમજી લેવું ગાય ખાઈ ગઈ! 







    


Comments

Popular Posts